National Task Force For mental Health
નેશનલ ટાસ્ક ફોર્સ (NTF) અંતર્ગત કોલેજમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે માનસિક સ્વાસ્થ્ય ની જાગૃતતા અંગે કાર્યક્રમ યોજાયો
નેશનલ ટાસ્ક ફોર્સ (NTF) અંતર્ગત શાહ કે એસ આર્ટસ એન્ડ વી એમ પારેખ કોમર્સ કોલેજ કપડવંજમાં માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજમાં એન ટી એફના નોડલ ઓફિસર અને મનોવિજ્ઞાનના અધ્યક્ષા ડો જવનિકા એસ શેઠ એ શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય ની જાળવણી પણ ખૂબ જ અગત્યની છે, તે સંદર્ભમાં વ્યાખ્યાન આપ્યું. આચાર્યશ્રી પ્રો એ બી પંડા સાહેબે હાલના સમયમાં માનસિક સ્વાસ્થ્ય ની અગત્યતા ખૂબ જ જરૂરી છે, આ બાબતને અનુલક્ષીને અધ્યક્ષીય ઉદબોધન કર્યું. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન એસઆરસી ઇન્ચાર્જ ડૉ એલ પી વણકરે કર્યું અને આભાર વિધિ કોલેજ પ્રતિનિધિ ડો જે બી બોડાત એ કરી. આ વ્યાખ્યાન કાર્યક્રમમાં કોલેજના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે હાજરી આપી




